Zen Saral Jivan Jivvani Adbhut Kala
by Jatin Vora
₹ 405
₹ 450
10% off
Free Shipping in Gujarat on all Orders above Rs. 400/-. Worldwide Shipping available
About Zen Saral Jivan Jivvani Adbhut Kala
તમે લાઈફ બદલી શકે એવું પુસ્તક શોધી રહ્યા છો?…..તે આ ‘ઝેન’ છે
ઝેન : સરળ જીવન જીવવાની અદભુત કળા
ઝાઝેન એટલે શું? ઝાઝેનનું મહત્વ શું અને ઝાઝેન કરવા માટેની કઈ પધ્ધતિ હોય છે? આ સવાલનાં જવાબ શોધવા માટે તમારે પુસ્તક ‘ઝેન’નાં પાના ઉથલાવવા પડશે. જ્યારે આ પુસ્તક તમે વાંચશો ત્યારે ઝાઝેન, ક્યોટેન ઝાઝેન, શોજિન કુઝિન, શોશોકું, ટેંશિન, યાકુસેકી, ટોકોનોમા, કોક્યુ, ટોરી, ગાશો, હાન, શોજી, જિદાઈ, હોજો, શિકાનતઝા, રિંઝાઈ, સોટો, મોંડો, અમીદા, શાકા અને મિરોકુ…. વગેરે જેવા જાપાની શબ્દો સાથે તમારો પરિચય થશે. તમને જાપાની શબ્દોની સમજ નથી એવું બહાનું કરવાની જરૂર નથી. કારણકે આ પુસ્તકમાં જાપાની શબ્દોને ગુજરાતીમાં જ સમજાવવામાં આવ્યાં છે. જે રીતે ઝડપથી શીરો ગળે ઉતરી જાય એકદમ એ રીતે જાપાની શબ્દો અને આ પુસ્તકમાં આલેખવામાં આવેલ જીવન જીવવાની અઘરી રીતો પણ આપણા જીવનનો ભાગ બની જાય એવી છે અને જીવન ગમતું બની શકે છે.
મંજુલ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકના લેખક શુનમ્યો મસુનો, જાપાનના સાડા ચારસો વર્ષના પ્રાચીન એક ઝેન બૌદ્ધ મઠના મુખ્ય ભિક્ષુ છે. તેઓ એક પુરસ્કૃત ઝેન ગાર્ડન ડિઝાઇનર છે. તેમણે હાર્વર્ડ સ્કૂલ ઑફ ડિઝાઇન, કારનેલ યુનિવર્સિટી અને બ્રાઉન યુનિવર્સિટી જેવી અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓમાં પોતાનાં વ્યાખ્યાનો રજૂ કર્યાં છે. જ્યારે સિવિલ એન્જિનિયર જતિન વોરા દ્વારા આ પુસ્તકનું ભાવાનુવાદ કરવામાં આવ્યું છે.
આપણે બધાને માનસિક શાંતિ જોઈએ છે, દરેકને સફળ બનવું છે, પ્રતિષ્ઠા અને પૈસાની ઘેલછા આપણે નિરાંતે બેસવા દેતા નથી પરંતુ આ સફળતા મેળવવી કેવી રીતે તે હંમેશા પ્રશ્ન બની રહે છે. આ પ્રશ્નના જવાબરુપે ‘ઝેન’ પુસ્તક રચાયેલું હોય એવું લાગે છે. આ પુસ્તકમાં સો સિધ્ધાંત આપવામાં આવ્યાં છે. માત્ર એક જ પાનામાં એક સિધ્ધાંત ખૂબ ટૂંકો લખવામાં આવ્યો છે એટલે વાંચનારને લાંબુ લચક વાંચવાનું નથી પરંતુ ટૂંકમાં વાંચીને સમજવાનું છે. લખાણની ભાષા ખૂબ સરળ રાખવામાં આવી છે જેથી વાચકને આ પ્રયોગો કરવા હોય તો ઝડપથી સમજાય શકે. એક પાનાં ઉપર લખાણ અને એક પાનાં ઉપર એક ટાઈટલ આપીને પુસ્તકનું લેઆઉટ આકર્ષક બનાવવામાં આવ્યું છે અને ફ્રન્ટ પેજ આંખોને ગમે એવા આછા કલરથી ચોપડી હાથમાં લેવાનું મન કરાવે એવું છે.
હવે વાત કરીએ કે પુસ્તકના લખાણમાં શું છે? તો તેનો જવાબ છે કે પુસ્તકના લખાણમાં રોજીંદા જીવનને વધુ સારી રીતે જીવવાની જુદી જુદી પદ્ધતિઓ આપવામાં આવી છે. ચંપલની ગોઠવણથી જિંદગીને સજાવી શકાય તેવી સમજ મળે છે. ચાલવાની પ્રેક્ટીસ, ઓછા સામાનથી ચલાવવાનું, કામનું ટેબલ અને સ્થળ વ્યવસ્થિત રાખવાના, તમારા પ્રિય શબ્દ શોધવાના, જમવું કેવી રીતે?, શ્વસનક્રિયા કેવી રીતે કરવી, માર્યાદિત જગ્યાને ગમતી કેવી રીતે બનાવવી, પોતાના કામને ગમતું કરવાની રીત, પરિવર્તનનો સ્વીકાર, ડરથી મુક્તિ અને સતત પ્રવૃતિશીલ રહેવાની વાત, અન્યની સેવા કરવાની, પોતાનામાં અને બીજા ઉપર વિશ્વાસ રાખતા શીખવાનું, પોતાના અસ્તિત્વનો અવાજ સાંભળતા શીખવાનું અને ડિપ્રેશ થવાનું નહિ અથવા ડિપ્રેશ થઇ જાઓ તો ફરીથી સ્વસ્થ કેવી રીતે થવાનું અને છેલ્લે મૃત્યુનું મનન કરવાનું તેમજ જીવનને સાર્થક કરવાનું આ પુસ્તકમાંથી શીખવા મળે છે.
એક બેઠકે જ વાંચી શકાય એવું આ પુસ્તક સામાન્યથી ઘણું વિશેષ હોય એમ લાગશે. કારણકે પુસ્તકમાં ગૂંચવાઈ જવાય એવું લખાણ નથી. દરેક વ્યક્તિને સમયાંતરે પ્રોત્સાહનની જરૂર પડે છે અને આ પુસ્તક તમને એ જ પ્રોત્સાહન પૂરું પાડશે. ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો અને વર્કિંગ પ્રોફેશનલ માટે વાંચવા અને વસાવવા જેવું પુસ્તક છે. આ પુસ્તક તમે વાંચી લેશો એટલે તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું નથી પરંતુ તમને તે સમસ્યાનો ઉકેલ શોધવાનો રસ્તો મળી જશે એ ચોક્કસ છે. તમારી રોજની વિવિધ આદતો સકારાત્મક આવડત બની શકે અને તેનું અસરકારક પરિણામ મળી શકે એવું ચોક્કસ થઇ શકે છે.