About Vignan Vishe
વિજ્ઞાન વિશે પુસ્તકનું ટાઈટલ વાંચીને પ્રથમ વિચાર એવો આવશે કે આ પુસ્તકમાં વિજ્ઞાનની વાત કરવામાં આવી છે. આ વિચાર સત્ય જ છે. આ પુસ્તકમાં બક્ષીસાહેબે વિજ્ઞાન વિશે જ વાત કરી છે પરંતુ વિજ્ઞાનની વાત રજુ કરવામાં તેમને જે સરળતા દાખવી છે તે માટે આ પુસ્તક વાંચવું અને વસાવવું જોઈએ. વિજ્ઞાન વિશે પુસ્તકમાં પૃથ્વી, જેનેટીક્સ, માનવ શરીરની રચના, ટેસ્ટટ્યુબ જેવા વિષયોની ચર્ચા સાથે સાથે ગણિત સહિતના વિષય વિશે વાત કરી છે. પ્રવીણ પુસ્તકો દ્વારા પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં સ્પાર્કઅપ અને ક્લોઝઅપ જેવા ટાઈટલ હેઠળ ચંદ્રકાંત બક્ષીએ એક બે લાઈનમાં ઘણું વિશેષ કહ્યું છે.