Vidhyarthio Mate Yog
by Bhandev
₹ 270
₹ 300
10% off
Free Shipping in Gujarat on all Orders above Rs. 400/-. Worldwide Shipping available
About Vidhyarthio Mate Yog
“યોગા તો કરવા જ જોઈએ. હું તો મારા બેબીને પહેલેથી જ યોગા કરાવું છું. મારું બેબી બ્યુટીફૂલ દેખાય એ માટે હું તેને ઘરમાં જ યોગા શીખવું છું. youtube માંથી યોગા હું શીખી લઉં છું અને પછી મારા બેબીને શીખવું છું. અમે ઘરમાં અને ગાર્ડનમાં યોગા સાથે કરીએ છીએ ત્યારે youtube ચેનલ ચાલુ રાખી યોગા કરીએ છીએ.” જો તમે કોઈ મોર્ડન મમ્મીનાં આવા ડાયલોગ સાંભળો તો ત્યારે બિલકુલ ખુશ થવાની જરૂર નથી પરંતુ ચિંતા કરવાનો વિષય બની રહે છે. કારણ કે સૌથી પહેલા તો યોગ એટલે શું અને આસનો એટલે શું તે સમજવાની જરૂર છે. વિશેષ રીતે જ્યારે બાળકને યોગ શીખવવા હોય ત્યારે તેને શાબ્દિક માહિતી સાથે સાથે યોગશાસ્ત્રમાં આપેલ પદ્ધતિસરના આસનો શીખવવા જોઈએ. (નોંધ : અમે કોઈપણ પ્રકારની youtube ચેનલનો વિરોધ કરતા નથી પરંતુ પુસ્તકમાંથી સાચી માહિતી આપ મેળવો એવો આગ્રહ ચોક્કસ છે.)
લેખક ભાણદેવજીએ ‘વિદ્યાર્થીઓ માટે યોગ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં કહેવાતા યોગાની માહિતી નહીં પરંતુ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને યોગ વિશે તમામ પ્રકારની સામાન્યથી માંડીને આસનો સુધીની વિશેષ સાચી માહિતી આપી છે.
‘ વિદ્યાર્થીઓ માટે યોગ ‘ પુસ્તકમાં વિદ્યાર્થીઓ જાતે જ આ પુસ્તક વાંચીને યોગાસનો શીખી શકે તે માટે વિવિધ આસનો વિશેની માહિતી અને તેના ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા છે. દરેક સ્કૂલમાં વસાવવા જેવા આ પુસ્તકમાં ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓએ કઈ ઉંમરે ક્યાં યોગાસન કરવા તેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે.
યોગાસન એટલે શું, યોગાસનનો અભ્યાસ કરવાની સાચી પદ્ધતિઓ, યોગાસન અને સામાન્ય વ્યાયામપદ્ધતિની સરખામણી, પ્રાણાયામ એટલે શું, યોગ એટલે શું અને યોગના વિવિધ અંગો ક્યાં ક્યાં છે, જુદી જુદી મુદ્રાઓ કઈ છે અને ધ્યાન કરવાની સાચી પદ્ધતિ કઈ છે તે વિશેની સાચી આધારભૂત માહિતી ભાણદેવજીએ ‘ વિદ્યાર્થીઓ માટે યોગ ‘ પુસ્તકમાં લખી છે. આ ઉપરાંત કિશોરીઓએ ક્યાં સમયે કેવા યોગાસન કરવા અને પ્રાણાયામ કરવા તે વિશે પણ વિસ્તૃત માહિતી આપી છે. માસિક દરમિયાન કિશોરીઓ યોગ, આસન અને પ્રાણાયામ કરી શકે કે નહિ તેની માહિતી પણ આપવામાં આવી છે. ગુજરાતી ભાષામાં જ લખાયેલું આ પુસ્તક લાખો youtube ચેનલોની સરખામણીએ વધુ અસરકારક અને સચોટ સાબિત થઈ શકશે.
બાળકોએ તેની જુદી જુદી ઉંમર દરમિયાન જુદા જુદા આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવાના હોય છે. સવારે અથવા તો સાંજે એટલે કે ક્યાં સમયે અને કેટલો સમય યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવા તે વિશેની માહિતી પણ આપવામાં આવી છે. બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જો આપ પુસ્તક વાંચે તો તેમને યોગ બાબતે તેમને સાચું માર્ગદર્શન મળી શકે છે. આજકાલ whatsapp યુનિવર્સિટીમાં યોગ બાબતે જે ભ્રામક માન્યતાઓ ફેલાઈ રહી છે તેની સાચી હકીકત વાચક જાતે જ તપાસી શકશે.
બાલ ધ્રુવાસન, બાલ ભુજંગાસન, સ્વસ્તિકાસન, વૃક્ષાસન, નટરાજાસન, વિપરીત યસ્ટિકાસન, શ્વાસ દર્શન, ચંદ્રાસન, ઉત્તાનપાદાસન, કર્ણપીડનાસન, સમતોલાસન, પવનમુકતાસન, ઉજ્જાયી, પ્રણવનાદ, બ્રહ્મમુદ્રા, વમનધોતી, શીર્ષાસન, સૂત્ર નૈતિ, ભ્રુમધ્ય દૃષ્ટિ, સૂર્યનમસ્કાર સહિતના વિવિધ આસન, પ્રાણાયામ અને મુદ્રાઓ વિશે આ એકજ પુસ્તકમાં સચોટ માહિતી મળી રહી છે.