Swas Ni Ekalta

by Chandrakant Bakshi

Language

Gujarati

Binding

Pb

Total Pages

144

Publisher

R.R. Sheth & Co. Pvt. Ltd.

Publish Year

2013

ISBN

9789351221814

Language

Gujarati

Binding

Pb

Total Pages

144

Publisher

R.R. Sheth & Co. Pvt. Ltd.

Publish Year

2013

ISBN

9789351221814

About Swas Ni Ekalta

ચંદ્રકાંત બક્ષીનાં શબ્દો સામાન્યથી વિશેષ રહ્યા છે. જે હંમેશા સામાન્ય માણસ માટે લખાયા હોવા છતાંય તે શબ્દો સામાન્ય રહ્યા નથી. લેખનમાં અવનવી રીતો અને વિષયો બક્ષીબાબુની કલમની ઓળખ હતી/ છે. નવલકથા, નાટક, જીવનવૃતાંત, અનુવાદો, આત્મકથા, ઇતિહાસ અને સાંસ્કૃતિક લેખ, પ્રવાસવર્ણન, રાજકારણ, પ્રકીર્ણ, ચાણક્ય ગ્રંથમાળા, જ્ઞાન વિજ્ઞાન શ્રેણી અને એવું તો કેટલુંય ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે. આ લખાણનાં વિષયો હંમેશા એકબીજાથી તદ્દન અલગ રહ્યા છે અને તમામને બરાબર ન્યાય મળ્યો છે. એકેય વિષયમાં વાચકને અધૂરું અનુભવાય નહિ એવું અલ્પવિરામ સાથે પૂર્ણ લખવાની આવડત ચંદ્રકાંત બક્ષીને આજેય અને આવતીકાલે પણ વાચકોના પ્રિય લેખકોમાં સ્થાન અપાવે છે. મૃત્યુ, જે સત્ય હોવા છતાંય તેની ચર્ચા પણ પસંદ નથી કરાતી તેના વિશે ચંદ્રકાંત બક્ષી એક બે નહિ પરંતુ ૧૩૧ પાના લખે અને દરેક પાનું વાંચ્યા વગર પલટાવી શકાય નહિ એવું લખે. મૃત્યુ વિશેના ૨૭ લેખનો સંગ્રહ એટલે પુસ્તક, ‘ શ્વાસની એકલતા ‘. આર.આર.શેઠ દ્વારા પ્રકાશિત પુસ્તક શ્વાસની એકલતમાંથી અહીં કેટલાક અંશો રજૂ કર્યા છે, જે આપસૌને પણ આ પુસ્તક વાંચવા પ્રેરણારૂપ સાબિત થશે.
મૃત્યુ ઈશ્વરમાં વિશ્વાસ અને અવિશ્વાસ બંને લાવી દે છે.
અસાધ્ય રોગને અને એ રોગની અસહ્ય પીડાને હું મારા પૈસાના જોરે નહીં લંબાવું.
આનંદ આધ્યાત્મિક હોતો નથી, આનંદ દૈહિક છે, આનંદ શરીરની ઇન્દ્રિયોમાંથી મળે છે એવું હું સમજ્યો છું.
સ્ત્રીનાં નિતંબો જોઈને આધ્યાત્મિક આનંદ થવો મારે માટે શક્ય નથી, શરાબનો ગ્લાસ જોઈને બ્રહ્મની કલ્પના કરવી મારે માટે શકય નથી.
જ્યારે જૂનો, શઠ, જુઠ્ઠો, દુર્જન માણસ મરી જાય ત્યારે ઈશ્વરમાં વિશ્વાસ થઈ જાય છે. પણ જવાન મમ્મીઓને ઈશ્વર શા માટે મારી નાખે છે? એ ઈશ્વરમાં અવિશ્વાસની ક્રૂર ક્ષણ છે પણ મૌત ઈશ્વરની અંતિમ દયા છે.
જે માણસને માનસશાસ્ત્રના પિતા તરીકે વિશ્વ ઓળખે છે એ માણસે ૮૨મે વર્ષે લખ્યું હતું: જીવનનું ધ્યેય છે… મૃત્યુ.
પુરુષના જીવનમાં પિતાનું મૃત્યુ સૌથી મહત્વની ઘટના છે, સૌથી ગમગીન ફટકો છે.
સાહિત્ય એ જીવંત સ્મૃતિ છે. એ દેશના વપરાઈ ગયેલા ઇતિહાસનો અગ્નિ સાચવી રાખે છે. જેને વિરુપ કે વિકૃત બનાવી શકાતો નથી. સાહિત્ય અને ભાષા રાષ્ટ્રના આત્માની રક્ષા કરે છે. પણ જ્યારે સત્તા હસ્તક્ષેપ કરીને સાહિત્ય અને ડહોળી નાખે છે ત્યારે લેખકને ખામોશીમાં સર્જન કરવું પડે છે.
આંદ્રે માલરોએ કહ્યું હતું કે મૃત્યુ એ નિદ્રાની દેવી છે. આંદ્રે માલરો કલાકાર હતો. કલાકાર માટે મૃત્યુ પણ જીવનની દિશા છે….
સેક્સમાં, અર્થશાસ્ત્રની જેમ, લો ઓફ ડિમિનિશિંગ રિટર્નની દુવિધા રહેલી છે. પહેલા ૧૦ રૂપિયા કમાવવાનો આનંદ બીજા ૧૦ રૂપિયામાં નથી, ત્રીજા ચોથા પાંચમા દસ રૂપિયા કમાવવાનો આનંદ ક્રમશઃ ઓછો થતો જાય છે.
બીમારીનું સુખ એ છે કે એમાં કોઈ ભાગ પડાવતું નથી.
મૃત્યુ એટલે મરણ એટલે અવસાન એટલે નિધન એટલે નિર્વાણ એટલે…..
મૃત્યુ વિશે ભગવદ્ગીતા તદ્દન સ્પષ્ટ છે : જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્યભાવી છે. મૃ પરથી મ્રિયતે આવે છે, મરવું, નષ્ટ થવું. નિધન એટલે જેનું ધન શેષ થઈ ચૂક્યું છે, જીવનરૂપી ધન, ધ્વંસ, સર્વનાશ.
અવસાનનો સાચો અર્થ થાય છે કોઈ અવધિનો અંતિમ અંશ.
મર્દને મૌત કરતાં મોતના પહેલાં આવી જતી પરવશતા અને પરાવલંબનનો વિશેષ ભય હોય છે.
વર્ષોના ટોટલને જિંદગી કહેતા નથી.
ટી.વી.નાં કૅમેરાને લીધે શોકસભાઓની આગળની ખુરશીઓ હવે ભરાઈ જાય છે.
મોતને આપણે અવસાનોત્સવ બનાવી દિધો છે.
મૃત્યુ બધાને સમાનતા આપી દે છે.
લાશને માટે કોઈ વિશેષણ નથી હોતું.
જીવતાં આવડવું એ એક વાત છે. મરતાં આવડવું એ બીજી વાત છે. ઘણાને એક વાત પણ આવડતી નથી. ઘણાને શોખથી જીવતાં આવડે છે, શાનથી મરતાં આવડે છે.
હું જયારે અહીંથી જઉં ત્યારે આ જ મારો અંતિમ શબ્દ રહેશે કે મેં જે જોયું છે એ અપ્રતિમ છે.
મૃત્યુ પામવું સહેલું છે, જીવન પામવું અઘરું છે…
જૈનો પાસે સંથારો છે, શરીરની બધી જ પોષક ક્રિયાઓ બંધ કરવાની ધાર્મિક શક્તિ અને એ ‘સ્લો સુઈસાઈડ’ દ્વારા શરીર ત્યાગ કરી શકાય છે.
હું સ્વયંજૈન ફિલસૂફીની એ વાતમાં માનું છું કે આ શરીરમાં અમુક કરોડ અમુક લાખ અમુક હજાર અમુક સો શ્વાસ અને એનાથી એક વધારે ઉચ્છવાસ ભરેલા છે, જ્યારે એ હિસાબ પતી જશે ત્યારે આ દેહ એની પ્રવૃત્તિ અટકાવી દેશે, અને આપણે મરણ ‘પામીશું!’
સત્તા મારી પ્રેયસી છે. – નેપોલિયન
જીવતા માણસ પાસે માત્ર શરીર હોય છે, મૃત લેખક પાસે યશઃ શરીર હોય છે.
શ્વાસનું શાસ્ત્ર માણસ અનુભવથી શીખે છે.
મૃત્યુ વિષે જાપાનીઝ કહેવાય છે : મૃત્યુ એક પીંછા કરતાં હલકું છે, અને એક પહાડ કરતાં વજનદાર છે!
દફન માટેની જગ્યાઓ ઓછી પડવાથી મોંઘી થઈ ગઈ છે, ક્યારે અગ્નિસંસ્કારમાં ફક્ત મૃત્યુનું સર્ટિફિકેટ જોઈએ છે અને બ્રેડ પકાવવાના ઓવન જેવું એક વિરાટ ગેસ કે પેટ્રોલ જલતું ભઠ્ઠી જેવું ઓવન વપરાય છે.
આપણે જેને અસ્થિ કે એશીઝ કહીએ છીએ એને અમેરિકામાં ‘ ક્રિમેઇન્સ ‘ કહેવાય છે….
મૌત એક એવો અનુભવ છે જે મનુષ્યની સમજમાં આવતો નથી.
એક જમાનો હતો જ્યારે પતિના અવસાન પછી પત્ની નવ માસ ખૂણો પાડતી હતી. માત્ર લાલ કે કાળો સાડલો જ પહેરતી હતી, એક જ ઓરડામાં નવ માસ રહેતી હતી. પછી ‘ ખૂણો ‘ છોડાવવા માટે કોઈ તીર્થસ્થાનની યાત્રા કરવામાં આવતી.
જે પૈસા હું વાપરું છું એ જ મારા છે, જે હું સાચવું છું એ મારા નથી.
લાચાર, પથારીવશ, અપંગ, અશક્તને જો મરવું જ હોય અથવા એના સ્વજનોને એમના પ્રિય પાત્રને આ જીવતા મોતમાંથી મુક્તિ આપવી હોય તો શું કરવું?
કોઈ વરિષ્ઠ પ્રતિભાનું અવસાન થાય ત્યારે ધ્વજો હાફ – માસ્ટ કે અડધી કાઠીએ રાખવામાં આવે છે. આની પાછળ એક નાનો ઇતિહાસ છે.
મૃત્યુ પહેલાં વૃદ્ધત્વ આવે છે. વૃદ્ધત્વ કોઈને ગમતું નથી વૃદ્ધત્વ આવ્યા પહેલા મૃત્યુ આવી જાય એ પણ ગમતું નથી.
જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે મુક્તિનું બીજું નામ.
બધી જ આધ્યાત્મિક વાતો, બધો જ ધર્મ, બધું જ સ્પિરીચ્યુઆલિઝમ બકવાસ લાગે છે. મૃત્યુ એ સત્ય છે.
એકલતામાં જિંદગીનો રંગ ટેકનીકલરમાંથી બ્લેક એન્ડ વ્હાઈટ બનતો નથી, સેપીઆ બની જાય છે.
તું નથી. પછી? મારા શરીરના છીદ્રોમાં પ્રેમની વાસ રહી જાય છે, મારી બુઝાતી આંખોમાં પ્રેમની વાસના રહી જાય છે. જે નથી, એ છે તારી આંખોની કરુણા, જે હું મિસ કરું છું. કરુણા.