Shortcuts

by Shailesh Vekariya

Language

Gujarati

Binding

Pb

Total Pages

168

Publisher

Pravin Prakashan

Publish Year

2016

ISBN

9788177908558

Language

Gujarati

Binding

Pb

Total Pages

168

Publisher

Pravin Prakashan

Publish Year

2016

ISBN

9788177908558

About Shortcuts

‘ શોર્ટકર્ટ્સ ‘ આ શબ્દ પણ આપણે સૌને આકર્ષે છે. આપણી પસંદગીની કોઈ નાનકડી વસ્તુ મેળવવાથી માંડીને જીવનમાં મોટામાં મોટી સમસ્યાના ઉકેલમાં આપણે શોર્ટકટ્સ પસંદ કરતા હોઈએ છીએ. આવા શોર્ટકટ્સ ક્યારેક જોખમી પણ સાબિત થતા હોય છે જોકે અહીં તેવા જોખમી શોર્ટકટ્સની વાત નથી પરંતુ આપણા જીવનમાં ઉપયોગી થઈ શકે અને વિશેષ રીતે જીવન ઘડતર નો આધાર બની શકે તેવા અર્કને નામ અપાયું છે, ‘ સુખ, સફળતા અને જિંદગીના શોર્ટકટ્સ. ‘
વર્તમાન સમય રિલ્સનો છે. 30 સેકન્ડમાં કે એક મિનિટમાં ઘણું બધું કહેવાનું, જોઈ નાખવાનું એન્ડ સાંભળી નાખવાનું આપણી પસંદ બની રહી છે ત્યારે 400 કે 500 પાનાનું પુસ્તક વાંચવાનું આપણે વધુ પસંદ કરતા નથી. ઘણી વખત તો પુસ્તકોની ખરીદી પણ તેના પાનાં જોઈને કરવામાં આવે છે ત્યારે અનેક જીવન જરૂરિયાત અને જીવન ઉપયોગી વિષયોને વિશે ચર્ચા કરવા માટે નવી મેથડ અપનાવવમાં આવી છે. આ મેથડ ‘ શોર્ટકટ્સ ‘ નામના ૧૬૮ પાનાનાં પુસ્તકમાં જોવા મળે છે. જેમાં ખૂબ નાના ઉદાહરણ દ્વારા અત્યંત મોટી વાતને સમજાવવામાં આવી છે.
‘ શોર્ટકટ્સ ‘ પુસ્તકના લેખક શૈલેષ વેકરિયાએ આ પુસ્તકમાં બ્રહ્માંડના સૌથી પહેલા શોર્ટકટ્સ વિશે વાત કરેલી છે. એક વખત ગણેશજી અને કાર્તિકેયજી વચ્ચે હરીફાઈ થાય છે કે સૌથી પહેલા પૃથ્વીની પ્રદક્ષિણા કોણ કરે. કાર્તિકેયજી તો તરત જ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે દોડે છે પરંતુ ગણેશજી તેના દુંદાળા શરીરના કારણે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે અસમર્થ છે ત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા અને બદલે તે તેમના માતા પિતા ભગવાન શંકર અને મા પાર્વતીને સાથે બેસાડીને તેમની પ્રદક્ષિણા કરે છે. ગણેશજીના આ શોર્ટકટ્સને જગતનો પહેલો અને સર્વશ્રેષ્ઠ શોર્ટકટ્સ માનવામાં આવે છે. આ ઉદાહરણથી જ કહી શકાય કે હંમેશા શોર્ટકટ્સ ખરાબ હોતા નથી. આવા જ કેટલાક શોર્ટકટ્સ વિશે શૈલેષ વેકરિયાએ તેમના પુસ્તક વિશે વાત કરી છે.
શૈલેષભાઈએ શાંતિની શોધથી માંડી આદાન પ્રદાનની માનસિકતા સુધી વિવિધ બાવન વિષયો ઉપર ખુબ પ્રભાવક ઉદાહરણ આપીને ખૂબ જ ટૂંકાણથી એટલેકે શોર્ટકટ્સ વિશે શોર્ટકટ્સથી સમજાવ્યું છે. આફ્રિકાના જંગલમાં વાંદરાને પકડવા માટે નાળિયેરની જેમ પદ્ધતિ અપનાવવામાં આવે છે તેના વિશે વાત કરી છે. જો વાંદરાઓ તેમ નાળિયેરમાં મુઠ્ઠી ખોલી નાખે તો સરળતાથી તેનો જીવ બચી જાય તે ઉદાહરણ દ્વારા આપણે પણ અનેક મુઠ્ઠીઓ ખોલવાનું શીખવવામાં આવે છે. અન્ય એક ઉદાહરણ શાહુડીનું છે. વાત એમ છે કે કેટલીક શાહુડી ભયંકર ઠંડીથી ધ્રુજતી હતી એટલે તે એકબીજાની નજીક આવી ગઈ પણ જેવી નજીક આવી કે તેને એકબીજાની શૂળ ખુંચવા લાગી. તે દર્દ સહન કર્યું એટલે ઠંડીથી તે બચી ગઈ અને જીવ બચી ગયો. આવું આપણું પણ છે. બે વ્યક્તિના સંબંધમાં કે પરિવારમાં ક્યારેક આપણે એકબીજાને ખુંચશું પરંતુ જો સાથે રહીશું તો ક્યારેય તૂટશું નહીં. મનનું મહત્વ હોય કે ભરોસાની પરાકાષ્ઠા દરેક વાત અત્યંત સરળ અને આકર્ષક ઉદાહરણ દ્વારા શૈલેષભાઈએ તેમના પુસ્તકમાં સમજાવી છે.
મનીષભાઈ સાકરિયા દ્વારા પુસ્તકના છેલ્લા પાને પુસ્તક વિશે લખેલું છે તો પ્રસ્તાવના દીપકભાઈ પટેલ દ્વારા લખવામાં આવી છે. પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં એક નકારાત્મક શબ્દની સકારાત્મક રજૂઆત અત્યંત પ્રભાવશાળી છે. 52 શોર્ટક્ટ્સમાં દરેક વાત વાંચવા જેવી છે, સમજવા અને અનુસરવા જેવી છે પરંતુ સૌથી આકર્ષક બાબત પાના નંબર 44 ઉપર લખેલ ‘અનોખી ભેટ’ છે. આ ‘અનોખી ભેટ’ પોતાને પણ આપવાની અને અન્યને પણ આપવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.