About Shadripu
આ પુસ્તકમાં લેખકે એ વિચાર રજૂ કર્યો છે કે બુદ્ધ, મહાવીર, ઈશુ કે ગાંધીજીને આપણે “અજાતશત્રુ” કહીએ છીએ,અહીં આ ‘અજાતશત્રુ’ શબ્દનો એટલો જ અર્થ થાય છે કે આ મુઠ્ઠી ઊંચેરા માણસોને કોઈ પ્રત્યે શત્રુભાવ નહોતો. આનો અર્થ એવો નથી થતો કે કોઈ એમને પણ શત્રુભાવે જોતું નહોતું. કારણ કે તેઓએ ક્યારેય કોઈના પ્રત્યે શત્રુભાવ રાખ્યો નહોતો. તેમ છતાં, ઘણાં લોકો એમને શત્રુ માને છે, જે બતાવે છે કે શત્રુતા એકપક્ષી પણ હોઈ શકે છે. અહીંથી લેખક માનવજાતના શાશ્વત શત્રુરૂપ છ દોષો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર વિષે વિચાર કરે છે. લેખકનું માનવું છે કે જેમ સર્પનું ઝેર પણ યોગ્ય માત્રામાં ઔષધિ બની શકે છે, તેમ આ દોષો પણ એકપક્ષી રીતે જોવામાં આવે તો આપણું ભલું કરી શકે છે. આ પુસ્તક થોડું વાચન, ચિંતન અને મનન પછી ઉદ્ભવેલા વિચારોનું પરિચાય છે.