About Satyano Chahero
દિનકર જોષીનું પુસ્તક સત્યનો ચહેરો માનવજીવનના તાત્ત્વિક અને નૈતિક પ્રશ્નોને સ્પર્શતું સુંદર અને ગંભીર મન્મંથનછે. આ કૃતિમાં લેખકે સત્યના ખરા સ્વરૂપની શોધમાં મનુષ્યના આંતરિક પ્રશ્નો, મનોબળ અને સમાજમાં પ્રચલિત અસત્યના પડઘાંઓ પર ઊંડો પ્રકાશ ફેંક્યોછે. સત્ય માત્ર વાતનો વિષય નથી, તે જીવવાનો જ સંકલ્પછે. એવું અહીંની ભાવના દર્શાવેછે. જીવનમાં આપણું મન કેવો પડછાયો ઊભો કરેછે. આપણે કેટલીવાર અસત્યને પોતાના હિતમાં સાચું માની લઈએ છીએ એ વાસ્તવિકતાઓ સત્યનો ચહેરો ઉઘાડી આપેછે. સલાઘ્ય વાત એછે.કે દિનકર જોષી અહીં ઉપદેશક નથી બનતા, પણ સહયાત્રિક બનીને વાચકની સાથે સત્ય શોધેછે. સંવાદાત્મક શૈલીમાં લખાયેલું આ પુસ્તક વાચકને પોતાનો ચહેરો આઈનામાં જોઈ લેવાનું આહવાન આપેછે. એ આત્મદર્પણરૂપ રચનાછે. સત્યનો ચહેરો જીવનના સત્ય તરફ પગલાં નાખવાની દિશામાં એક સાહસિક કસોટી છે.