Sapanana Vavetar

by Ashwin Rawal

Language

Gujarati

Binding

Pb

Total Pages

460

Publisher

Pravin Prakashan

Publish Year

2026

ISBN

9789364004213

Language

Gujarati

Binding

Pb

Total Pages

460

Publisher

Pravin Prakashan

Publish Year

2026

ISBN

9789364004213

About Sapanana Vavetar

સપનાં પૂરાં થયા પછી…
ક્યારેક કોઈને પામવા કે તમારાં સપનાં પૂરાં કરવા માટે નસીબ સામે પણ લડી લીધું હોય, છતાં જ્યારે એ મંઝિલ મળી જાય ત્યારે ખબર પડે કે સાચો સંઘર્ષ તો હવે શરૂ થયો છે!
આ વાર્તા છે કૃતિ અને અનિકેતની. બંનેના ગ્રહો એકબીજાથી સાવ વિપરીત છે; ભવિષ્યમાં મોટી આફતની ચેતવણી હોવા છતાં કૃતિ જિદ કરીને અનિકેત સાથે લગ્ન કરી લે છે. પરંતુ લગ્નની પ્રથમ રાત્રિએ જ કૃતિનો ભૂતકાળ સામે આવે છે, જે અનિકેતને હચમચાવી નાખે છે. તે સંબંધ તોડતો નથી, પણ એવી શરત મૂકે છે કે, ‘એક જ ઘરમાં, એક જ બેડરૂમમાં રહેવા છતાં બંને વચ્ચે પતિ—પત્ની જેવો કોઈ જ સંબંધ નહીં રહે!’
અનિકેતનો આ અફર નિર્ણય કૃતિની દુનિયા બદલી નાખે છે. બહારથી બધું જ સામાન્ય દેખાતું હોય, પરંતુ ભીતર હૃદય કેટલું તરફડતું હોય તેનો ઊંડો અહેસાસ આ વાર્તા કરાવે છે. ‘અહીં પ્રેમ છે, પણ સ્પર્શની મનાઈ છે.’ સંબંધ સુધરવાની આશા છે, પરંતુ એ સમય ક્યારે આવશે તે નક્કી નથી. બસ માત્ર પ્રતીક્ષા જ કરવાની છે. એક અજીબ મૂંઝવણ અને પીડા કૃતિ ભોગવી રહી છે. કૃતિએ જે સપનાંઓનું વાવેતર કર્યું હતું, શું તેનું સાચું ફળ તેને મળશે?
આ નવલકથા માત્ર એક વાર્તા જ નહીં, પણ કર્મોનો હિસાબ, અદ્રશ્ય આધ્યાત્મિક શક્તિઓ અને સંબંધોની સાચી કસોટીને અત્યંત સહજતાથી વણી લે છે. આ વાર્તા તમને એક એવી સફરે લઈ જશે, જ્યાં ક્યારેક તમને કૃતિની જિદ પર ગુસ્સો આવશે, તો ક્યારેક તેની મૂંગી પીડા જોઈને તમારી આંખો ભીની થઈ જશે. અનિકેતની ધીરજ અને અકલ્પનીય સંયમ તમને વિચારતા કરી મૂકશે. આ વાર્તા તમને તમારી પોતાની લાગશે. કદાચ આ પુસ્તકના પાનાંઓમાં તમને પણ સંબંધો, ભૂલો અને વિશ્વાસ વિશેના તમારા કોઈ વણઉકેલ્યા સવાલોનો સાચો જવાબ મળી જાય!