About Sant Kabirnu Adhyatma Darshan
લેખક ભાણદેવજી દ્વારા રચિત પુસ્તક સંત કબીરનું અધ્યાત્મદર્શન માં કબીરના દોહાઓ, સાખીઓ અને કથાઓ માત્ર સાહિત્ય નહીં, પણ અંતર્મુખ થવાનો માર્ગ બતાવે છે. લેખક કહે છે કબીરને સમજવા માટે આધ્યાત્મિક દૃષ્ટિ જ જરૂરી છે, બૌદ્ધિક નહીં.આ પુસ્તક “સંત કબીરનું અધ્યાત્મદર્શન” એ સાંપ્રત લેખનપ્રવૃત્તિનો ભાગ છે કબીરપંથના અનુયાયી અને કબીરના પ્રેમીજનો વિશ્વભરમાં વ્યાપેલા છે. આ પુસ્તકમાં કબીરની વાણીના મંત્રરૂપ ભાવોનું અનુસંધાન અને આત્મસાક્ષાત્કારની શક્યતાઓ શોધવામાં આવી છે.જ્યાં ધર્મપંથોનું બંધન નથી, માત્ર આત્માના દીપ પ્રગટાવાનો પ્રયાસ છે. લેખકે પુસ્તકને ગુરુ, કબીરપંથના મહંતશ્રીઓ અને સમસ્ત ભક્તિસમાજને અર્પિત કર્યો છે, સાથે કબીરને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે વંદન પણ કર્યું છે.