About Parijat
દિનકર જોષીનું પુસ્તક ‘પારીજાત’ એ લેખકની પચાસ વર્ષની સાહિત્યસાધનાનું ઉજળું દસ્તાવેજછે. આ પુસ્તકમાં તેમણે પોતાના જીવનના અનુભવો, વિચારવિમર્શ અને લેખનયાત્રા વિશે હ્રદયસ્પર્શી રીતે લખ્યુંછે. પુસ્તકની શરૂઆત “યક્ષનો પ્રશ્ન દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શુંછે.”થી થાયછે.અને જીવનના અનેક પ્રસંગોની સહજ યાદ લઈને લેખકે પોતાના અક્ષરપ્રેમની સફર બતાવીછે. આ પુસ્તકમાં નરસિંહ મહેતા, વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ જેવા મહાન સાહિત્યકારો સાથે તેમને થયેલા આંતરિક સંવાદને શબ્દરૂપ આપ્યુંછે. ‘પારીજાત’ માત્ર ભૂતકાળની નોંધ નથી, પણ લેખકના દિલથી લખાયેલી વેદનાઓ, અનુભવો અને વાચક સાથેનો ભાવનાત્મક સંબંધછે