About Pahelo Pagar
દિનકર જોષીનું પુસ્તક પહેલો પગાર જીવનના નાનાં પણ મર્મસ્પર્શી અનુભવોનું દર્શન કરાવતું.પુસ્તકછે. આ પુસ્તકમાં લેખકે પોતાના જીવનના વિવિધ પ્રસંગો ખાસ કરીને જે સમય દરમિયાન તેણે કટારલેખન કર્યું હતું એમના આધારે માનવપ્રકૃતિની ઊંડાણપૂર્વક છણાવટ કરીછે. શરૂઆતમાં આ પ્રસંગો માણસ તારાં રૂપ અનેક નામે પ્રકાશિત થયાં હતાં અને હવે નવસંસ્કરણરૂપે પહેલો પગાર તરીકે પુનઃ રજૂ થયાંછે. સમયે સમયે પ્રસંગો જુના લાગતાં હતાં, છતાં એમાં છુપાયેલું માનવીય તત્વ આજે પણ તાજું લાગેછે. લેખક જીવનમાં આવતાં સંઘર્ષો, લાગણીઓ અને સંબંધોની સરળ પણ ઊંડી રજૂઆત કરેછે. દરેક પ્રસંગ પાછળ માનવતાનું પ્રતિબિંબછે. પહેલો પગાર માત્ર નાણાંની કમાણી નથી એ મહેનત, આત્મસન્માન અને જીવનમૂલ્યોનો પ્રતિનિધિછે. પુસ્તક વાંચકને પોતાના જીવન તરફ નજર ફેરવવા અને સાચા અર્થમાં માનવતાને સમજવા દૃષ્ટિ આપેછે.