About Meghdhanushya
સ્વાયત રાજ્યો રશિયા પછી હિન્દુસ્તાન?, સંપ અને કુસંપ – આરબ સ્ટાઈલ, દલિત અને શોષિત- શોષણનો કયો રંગ હતો?, ત્રિઅંકી શ્રીલંકા – પાત્રસૂચિ- માંદા સીરીમા ચંદ્રિકા, રંગમિસ્ત્રીનો કાયદો અને ધારાશાસ્ત્રીનું સંવિધાન અને હરિજનની રાખ, હિંસા કેટલી જરૂરી બિનજરૂરી?, શેર બજારની બહાર એક અર્થબજાર છે, કરાચીમાં કાલાશનિકોવ – આપણો અલ્લાહજ હાફી જ છે, જનતા મુર્દાબાદ – બેંકો માટે આ નવું સૂત્ર કેવું રહેશે? જો આવા ટાઈટલ હેઠળના ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલા લેખ વાંચવા હોય તો મેઘધનુષ્ય પુસ્તક વાંચવું જ રહ્યું. આ પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષીએ દેશની સમસ્યાઓ અને વિદેશની સમસ્યાઓથી માંડી સફળતાના ઉદાહરણો સરસ રીતે રજૂ કર્યા છે. આ પુસ્તક એક બેઠકે વાંચવા કરતા વારંવાર વાંચવું યોગ્ય રહેશે.