Maha Kumbh Melo

by Bhandev

Language

Gujarati

Binding

Pb

Total Pages

144

Publisher

Pravin Prakashan

Publish Year

2023

ISBN

9789395963473

Language

Gujarati

Binding

Pb

Total Pages

144

Publisher

Pravin Prakashan

Publish Year

2023

ISBN

9789395963473

About Maha Kumbh Melo

આધ્યાત્મ, ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સમજશો તો વિવાદ નહિ, વિરાટને પામશો
ભારત દેશમાં વિવિધ ધર્મ અને સંપ્રદાયોને સ્વીકારવામાં આવે છે પરંતુ વિશ્વમાં એવો એક પણ ધર્મ નથી જેમાં એકથી વધુ સંપ્રદાય ન હોય. ધર્મ તત્વ એક જ છે છતાંય તેના સંપ્રદાયો વિવિધ સ્વરૂપે આપણે જોવા મળે છે. આવા જ ધર્મ અને સંપ્રદાય ઘણી વખત વાદવિવાદનું કારણ પણ બનતા હોય છે ત્યારે ધર્મ અને સંપ્રદાયનું વાસ્તવિક સ્વરૂપ આપણે સમજવું જરૂરી બની જાય છે.
મહાભારત અનુસાર ‘જે ધારણ કરી શકાય તે ધર્મ કહેવાય છે. ધર્મ એટલે ધારણ કરનાર.’, ‘ જેનાથી અભ્યુદય ( લૌકિક અભ્યુદય ) અને નિઃશ્રેયસ ( પરલૌકિક કલ્યાણ)ની સિદ્ધિ થાય તે ધર્મ છે.’
હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ઇસ્લામ ધર્મ, શિન્ટો ધર્મ અને તાઓ ધર્મ જેવા વિવિધ ધર્મમાં અનેક સંપ્રદાયો જોવા મળે છે. સરળ શબ્દમાં કહેવામાં આવે તો સંપ્રદાય એટલે ધર્મનો એક વિશેષ પથ. સંપ્રદાન સાધકને એક માર્ગ પ્રદાન કરે છે, જેના પર ચાલીને સાધક ધર્મના નિર્દિષ્ટ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એક ઇષ્ટદેવ, એક ગ્રંથ, એક ઉપાસનાપદ્ધતિ, એક આચારપદ્ધતિ જ્યાં પ્રચલિત છે તે સંપ્રદાય છે.
હિન્દુધર્મના સંપ્રદાયો ચાર વિશાળ ભાગોમાં વહેંચી શકાય એમ છે.
૧. શૈવ સંપ્રદાય
૨.વૈષ્ણવ સંપ્રદાય
૩.શાકત સંપ્રદાય
૪. સંતમતના સંપ્રદાય.
૧.શૈવ સંપ્રદાય : ભગવાન શિવને ઇષ્ટદેવ તરીકે પૂજનારા સંપ્રદાયોને સેવ સંપ્રદાયો કહેવામાં આવે છે. શૈવ સંપ્રદાયમાં પણ જુદા જુદા પાંચ પેટા સંપ્રદાયો જોવા મળે છે.
૧. અદ્વૈત સંપ્રદાય
૨. નાથ સંપ્રદાય
૩. વીરશૈવ સંપ્રદાય
૪. પાશુપાત સંપ્રદાય
૫. કાશ્મીર શૈવ સંપ્રદાય.
૨. વૈષ્ણવ સંપ્રદાય : ભગવાન વિષ્ણુ કે તેમના અવતારને ઇષ્ટદેવ કે ઉપાસ્ય તરીકે સ્વીકારવામાં આવે છે. વિષ્ણુ ઉપાસનાની આ ધારા ગંગાની જેમ વધી છે અને કાળાંતરે અનેક સંપ્રદાયોમાં વહેંચાઈ ગઈ છે. વૈષ્ણવ સંપ્રદાયોમાં આઠ પેટા સંપ્રદાયો જોવા મળે છે.
૧. રામાનુજ સંપ્રદાય
૨. પુષ્ટિમાર્ગ અથવા વલ્લભ સંપ્રદાય
૩. દ્વેતાદ્વૈતવાદ અથવા નિમ્બાર્ક સંપ્રદાય
૪. દ્વૈતવાદ અથવા મધ્ય સંપ્રદાય
૫. અચિંત્યભેદાભેદ અથવા ગૌડીય સંપ્રદાય
૬. રાધાવલ્લભી સંપ્રદાય
૭. રામાનંદી સંપ્રદાય
૮. સ્વામિનારાયણ સંપ્રદાય.
૩. શાક્ત સંપ્રદાય : પરમ તત્વ જ્યારે નિષ્ક્રિય હોય છે ત્યારે તે ‘બ્રહ્મ’ કહેવાય છે. તે તત્વ જ્યારે સક્રિય બને ત્યારે તેને શક્તિ કહેવામાં આવે છે. આ શક્તિ તત્વની ઉપાસના કરનારને ‘શાક્ત’ કહેવાય છે. આ સંપ્રદાયમાં દસ મહાવિદ્યા, જગદંબાની 51 શક્તિપીઠો અને આદ્યશક્તિની તેમજ શ્રીવિદ્યાની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આ સંપ્રદાયમાં અન્ય કોઈ પેટા સંપ્રદાય જોવા મળતો નથી.
૪. સંતમતના સંપ્રદાયો : આચાર્ય પરંપરા અને તેમાંથી જન્મેલા સંપ્રદાયો ઉપરાંત આપણા દેશમાં સંત પરંપરામાંથી જન્મેલા સંપ્રદાયો પણ ઘણા છે. સંત કે ગુરુજનનાં બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું અને સાધના ઉપાસના કરવાનું અત્યંત મહત્વ હોય છે. એક વ્યક્તિ ગુરુ સ્થાને હોય છે. આ સંપ્રદાયના અનેક પેટા સંપ્રદાયો જોવા મળે છે પરંતુ મુખ્ય 11 પેટા સંપ્રદાયો છે.
૧. કબીરપંથ
૨. નાનકપંથ અર્થાત શીખ સંપ્રદાય
૩. ઉદાસીન સંપ્રદાય
૪. દાદુ સંપ્રદાય
૫. રાધાસ્વામી સંપ્રદાય
૬. વારકરી સંપ્રદાય
૭. પ્રણામી સંપ્રદાય
૮. નિજિયાપંથ
૯. બાઉલ પરંપરા
૧૦. મહાનુભાવી સંપ્રદાય
૧૧. રવિ ભાણ સંપ્રદાય.
ધર્મ અને આધ્યાત્મ એક જીવંત ઘટના છે. સમયાંતરે અનેક સંપ્રદાયો લુપ્ત થયા છે અને નવા અનેક સંપ્રદાયોનો જન્મ અને વિકાસ પણ થયો છે. હિન્દુ ધર્મના મૂળમાં એક જ માન્યતા રહેલી છે કે, ધર્મ અને સંપ્રદાયમાં વૈવિધ્ય હોઈ શકે પરંતુ તમામ ધર્મ અને સંપ્રદાયોનું ધ્યેય એક જ પરમ સત્યની શોધ અને ખોજ છે.
ધર્મ, સંપ્રદાય અને આધ્યાત્મ વિષે આ માહિતી ખૂબ ઓછી છે. હિન્દુધર્મને જાણવા માટે, ઉપર દર્શાવેલા દરેક ધર્મ અને સંપ્રદાયો વિષે સમજવા માટે તેમજ વિવિધ અખાડાઓ અને શંકરાચાર્યએ બનાવેલા વિવિધ દલ વિષે, દસનામી પરંપરા અને બાવન મઢીઓ વિષે અને સંન્યાસીઓના ચાર પ્રકાર સહીત ધર્મ, આધ્યાત્મ તેમજ સંપ્રદાયની વિવિધ અજાણી વાતોની સમજ મેળવવા માટે ‘શ્રીભાણદેવજી’ દ્વારા લખાયેલ ‘મહાકુંભમેળો’ નામના પુસ્તકનો અભ્યાસ કરવો.