Lekhopnishad
by Rekha Dave
₹ 157
₹ 175
10% off
Free Shipping in Gujarat on all Orders above Rs. 400/-. Worldwide Shipping available
About Lekhopnishad
ભારતીય વિધિ વિધાન અને લોકરીવાજો લેખોપનિષદમાં મળશે સામાન્યથી વિશેષ સવાલના જવાબ
કેમ? ક્યાં? શું? કોણ અને ક્યારે…. દરેક વ્યક્તિના જીવનમાં આ પાંચ પ્રશ્નોની ભરમાર સતત ચાલુ રહે છે. આમ તો મનુષ્ય જ તેને થતા આ પ્રશ્નોના જવાબ શોધવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેના સવાલ જવાબથી જ તે ઈશ્વર પ્રાપ્તિ સુધી કે મોક્ષ સુધીની ગતિ કરી શકે છે કે તેની પ્રાપ્તિ કરી શકે છે. આધ્યાત્મિક સફરમાં અનેક પ્રશ્નોના જવાબ મળે છે પરંતુ જીવન જીવવા સમયે, અથવા તો કેવી રીતે જીવવું જોઈએ, શું કરવું અને શું ન કરવું વગેરે સવાલોના જવાબ આપણે મેળવવા ઈચ્છીએ છીએ ત્યારે આવા જ કેટલાક સવાલોના જવાબ લેખોપનિષદ નામના પુસ્તકમાં રેખાબેન દવે દ્વારા આપવામાં આવ્યા છે.














આવા અનેક સવાલોના જવાબ માત્ર એક જ પુસ્તકમાં મળી રહે છે અને તે પુસ્તકનું નામ છે લેખોકનિષદ. રેખાબેને આ ઉપરાંત પણ અનેક પુસ્તકો લખ્યા છે જેમાં ગ્રંથનો પાવન પંથ, ભારતરત્ન, વિશ્વપ્રસિદ્ધ સફળતાના શિલ્પીઓ, અમતૃકણ, મંથન, ખલિલ જીબ્રાન જીવન અને ચિંતન, મા તુજે સલામ, સ્વચ્છતા આપણો રાષ્ટ્રધર્મ અને વંદે માતરમ જેવા વિવિધ પુસ્તકોનો સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકોમાં વાચકો સમજી શકે એવી ભાષામાં વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. જો તમને પણ આવા સવાલ થતા હોય તો આ પુસ્તક જરૂર વાંચશો.