About Lay Pralay (Part 1 To 3)
લય-પ્રલય એ હરકિશન મહેતાનું જાણીતું નોવેલ છે, જેનો વિચાર તેમને 1992માં શરુ થયેલી એક સમુદ્રી યાત્રા દરમિયાન આવ્યો હતો. તેઓ વિશ્વપ્રસિદ્ધ શિપ ક્વીન એલિઝાબેથ-ટુમાં સફર કરતા હતા, પણ આખી યાત્રા દરમિયાન તેઓ બીમાર રહ્યા. જ્યાં બધા મોજમસ્તી કરે, ત્યાં તેઓ દુઃખમાં રહેતા અને એ દુઃખ વચ્ચે તેમની કલ્પના જાગી. લાસ વેગાસ ખાતે એક સાંજે મોરના ટહુકા વચ્ચે અચાનક તેમની કલ્પનામાં એક વિચિત્ર વિચાર આવ્યો એક શિપમાં અણુબૉમ્બ રાખીને મુસાફરી કરવી એ વિચારે જ લય-પ્રલયનો જન્મ થયો. પછી તેઓએ આ નોવેલ ‘ચિત્રલેખા’ સામાયિકમાં લખવાનું શરૂ કર્યું, જે 92 પ્રકરણ સુધી ચાલ્યું. લખતી વખતે તેમની તબિઅત બગડી પણ તેઓએ લેખન છોડ્યું નહીં. આ નોવેલ ઉત્સાહ, દુઃખ, સંઘર્ષ અને કલ્પનાનો મિશ્રણ છે. “લય-પ્રલય” વાંચકને અંત સુધી બાંધે રાખે એવી રોમાંચક અને વિચારશીલ કૃતિ બની છે.