Himalay Ni Nanda Yatra
by Bhandev
₹ 189
₹ 210
10% off
Free Shipping in Gujarat on all Orders above Rs. 400/-. Worldwide Shipping available
About Himalay Ni Nanda Yatra
આ પુસ્તકમાં આવી જ હિમાલયના ઉત્તરાખંડની આશરે બાર વરસે એક વખત નીકળતી પદયાત્રા નંદારાજ જાત યાત્રા અંગે ભાગ્યે જ કોઈએ સાંભળેલ કે વાંચેલ હશે. આ નંદાદેવી ઉત્તરાખંડના અધિષ્ઠાત્રી દેવી છે. ઉત્તરાખંડમાં નંદાદેવીના અસંખ્ય મંદિરો આવેલ છે, જેની માહિતીનો આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે.
આ નંદાદેવીની પ્રાગટ્યભૂમિ પણ હિમાલય છે. આ નંદાદેવીના પ્રાગટ્ય વિશે શાસ્ત્રો શું કહે છે, તેની ઉપાસનાનું શું ફળ છે, આ યાત્રા ક્યારે થાય છે, કેવી રીતે થાય છે, ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂર્ણ થાય છે, જેની વિગતવાર માહિતીનો આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે.
તેમજ આ યાત્રા વિશે યાત્રામાં આવતા ગામોના ગામજનો સાથેની પ્રશ્નોત્તરી તેમજ ચાંદપુર ગઢીનો પ્રાચીન કિલ્લો જે ગઢવાલની પ્રાચીન રાજધાની હતી તેનું વર્ણન તેમજ પ્રાચીન ગઢવાલના રાજવંશની માહિતી તેમજ આ યાત્રા અંગેના દંતકથાઓનું વર્ણન તેમજ હિમાલયના એક વિશિષ્ટ ગામ બાણ ગામ જે આ યાત્રાના એક પડાવનું ગામ છે. આ ગામમાં એક ચમત્કારિક ‘લાટૂદેવતા’નનું મંદિર આવેલું છે આ અંગેની દંતકથાનો આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે. 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલ ‘રૂપકુંડ’ જે પણ યાત્રાનો પડાવ છે, તેનું વર્ણન આ પુસ્તકમાં કરેલ છે.
આ પુસ્તક પૂ. શ્રી ભાણદેવજીએ જાતે યાત્રા કરી, તેનો ઝીણવટથી અભ્યાસ કરી તેમ જ પોતાના હિમાલય યાત્રાના અનુભવોનો નિચોડ આ પુસ્તકમાં છે, જેથી વાચકોને આ પુસ્તક વાંચતી વખતે પોતે પણ આ અલૌકિક યાત્રા કરતાં હશે એવો અનુભવ થશે તેવું મારું માનવું છે.