About Halvu Ful Aakash
દિનકર જોષીનું પુસ્તક “હળવું ફૂલ આકાશ” એ જીવનના સાધારણ પ્રસંગોમાંથી અસાધારણ અર્થ ઊપજાવતું સાહિત્યકૃતિ છે. લેખક હાસ્ય, વ્યંગ અને આધ્યાત્મિકતા દ્વારા માનવીય જીવનની ઊંડાણભરી ઝાંખી આપે છે. રોજિંદી દોડધામ, સમયની અછત, સંબંધોની જટિલતા અને આધુનિક માનસિકતાને લેખક હળવી પણ તટસ્થ ભાષામાં રજૂ કરે છે. ‘લક્ષ્મીપૂજન’ અને ‘કૃષ્ણ કરે એ લીલા’ જેવા લેખોમાં ધાર્મિક ભાવને આધ્યાત્મિક ઊંડાણ આપે છે, જ્યારે ‘ટાઇમ મળતો નથી!’ અને ‘ફરી ફરી ફરિયાદ’ જેવા લેખો દ્વારા વ્યસ્ત જીવનની વાસ્તવિકતાઓ સામે હળવી દૃષ્ટિ રજૂ કરે છે. દરેક લેખ જીવન તરફ નવી દૃષ્ટિ આપે છે જીવન કેવળ જીવવાનું નહીં પરંતુ સમજવાનું છે.તે આપુસ્તક આધારે માનવતાવાદ અને જીવનપ્રેમનો સંદેશ આપે છે.