About Gandhijinu Adhyatma Darshan
ભાણદેવજીનું ‘ગાંધીજીનું અધ્યાત્મદર્શન’ નામનું પુસ્તક ગાંધીજીના જીવનમાં અધ્યાત્મના સ્થાને પ્રકાશ પાડે છે. તેઓ ગાંધીજીને માત્ર રાજકીય નેતા નહીં પરંતુ એક ઊંડા અધ્યાત્મસભર મહાત્મા તરીકે દર્શાવે છે. ગાંધીવિચાર ધર્મપ્રેરિત છે અને તેનું મૂળ તત્વ સત્ય અને સેવા છે. વ્યવહારમાં ભલે અધ્યાત્મ બાજુએ પડ્યું લાગે, પરંતુ તેનો ત્યાગ નહોતો થયેલો કેન્દ્રસ્થ તત્વ તો અધ્યાત્મ જ હતું. ગાંધીજી હિન્દુ હતા, છતાં તેઓ કોઈ એક સંપ્રદાયમાં બંધાયેલા નહોતા જ્યાં જ્યાં સત્ય દેખાયું ત્યાં તેનો સ્વીકાર કર્યો. સેવામાંથી સત્યની પ્રાપ્તિ તેમનો ધ્યેય રહ્યો અને તે માટે કદી પાછળ હટ્યા નહીં. આ પુસ્તકમાં તેમના અધ્યાત્મના સ્વરૂપ, સમજ અને અમલની સ્પષ્ટ અભિવ્યક્તિ થાય છે. ભાણદેવજી દર્શાવે છે કે અધ્યાત્મ વિના ગાંધીવિચાર ખંડિત બને છે. પુસ્તક વાંચકને સચેત કરે છે કે સાચું ગાંધીદર્શન સમજવું છે તો પહેલું પગથિયું છે અધ્યાત્મને હૃદયથી સમજી જીવનમાં ઉતારવું.