About Dwarkano Suryast
શ્રીકૃષ્ણના જીવન વિશે મહાભારત, શ્રીમદ્ ભાગવતગીતા, હરિવંશ, વિષ્ણુપુરાણ જેવા પૌરાણિક ગ્રંથોમાં અને એ ગ્રંથોમાં પ્રાપ્ત થતી માહિતીને આધાર માનીને લખાયેલા અનુવર્તી સાહિત્યમાં થયું છે.આમાં મૂળ સ્રોતમાં જેનો કોઈ જ ઉલ્લેખ ન હોય એવાં કલ્પનો કે કથાનકો પણ આવાં અનુવર્તી સર્જનોમાં એના લેખકોએ સમયાંતરે કર્યાં જ છે. આવાં કલ્પનોને ક્યારેક અર્થઘટનો કે પછી મૂળ માહિતીની પુરવણી તરીકે પણ વાજબી ઠેરવવાનો તર્ક રજૂ થતો રહ્યો છે.
મહાભારત યુદ્ધ પછી છત્રીસ વર્ષે યદુવંશનું નિર્મૂલન થયું, જે સર્વ ગ્રંથો સ્વીકારે છે. આ સમય ગાળામાં શ્રીકૃષ્ણ દ્વારકામાં રહ્યા, કોઈ નોંધપાત્ર પ્રવૃત્તિ કે દ્વારકાની બાર યાત્રા પણ કરેલ નથી,પ્રિય સખા અર્જુન કે અન્ય કોઈને મળવા પણ નથી ગયા,અને નિવૃત્તિકાળ નિર્વેદભાવ સાથે પારિવારિક વડીલજે રીતે નિવૃત્તિકાળ– કંઈક અંશે નિર્વેદભાવથી -વ્યતીત કરે એવું જ આ જીવન રહ્યું હોય એમ લાગે છે.