About Dishaoni Pelepar
માનવજાતનું સદભાગ્ય રહ્યું છે કે દરેક યુગમાં એવી મહાન વ્યક્તિઓ જન્મે છે જેમણે જીવનના ઊંડા તત્વો સમજવાનો પ્રયત્ન કર્યો છે. આવા પ્રયાસો ક્યારેક વૈદિક સાહિત્યમાં, તો ક્યારેક જૈન, બૌદ્ધ, શીખ અથવા સ્વામિનારાયણ સંપ્રદાય રૂપે દેખાય છે. આ તમામ વિચારધારાઓનું મૂળ વેદ અને ઉપનિષદો છે. આવી મહાન વિભૂતિઓના વિચારો મહાસાગરના મૌક્તિકો જેવા અમૂલ્ય છે. જેમ મહાસાગર સમૃદ્ધ છે પણ મરજીવો તેની મર્યાદા મુજબ મોતી ઉઠાવે છે, તેમ લેખકે પણ પોતાની સમજ પ્રમાણે કેટલાક વિચારમણિઓ રજૂ કર્યા છે. દૈનિક ‘સમકાલીન’માં જે સમયે આ વિચારો પ્રસિદ્ધ થયા, ત્યારે વાંચકોમાં જીવંત રસ જોવા મળ્યો. આથી લેખકે સંતોષની લાગણી સાથે આ વિચારમાળાને પુસ્તક સ્વરૂપે આપ્યા છે.