About Cocktail
ચંદ્રકાંત બક્ષી કોઈ એક ઓળખમાં બંધાઈ જાય એવો માણસ નહોતો તેઓ હતાં એક જીવંત કોકટેલ. વિચારોના વ્હાલમાં પગલાયેલી કલમ, ભાવના અને સત્યના ઢોળાવમાં ઘૂંટાયેલી ભાષા, અને અવાજમાં તીવ્ર અહેસાસનો ઉકાળો… આ બધાનું એ અનોખું મિશ્રણ જેમને કહી શકાય: “બક્ષી”, બક્ષી એટલે સાહિત્યની સિદ્ધિ અને ગુજરાતી ગર્વથી ભરેલો એક ભાવઘૂંટ. એમના વિચારો વહાલા પણ હતા અને વ્યથા ભરેલા પણ. વાચક તેમનાં શબ્દોનો એક ઘૂંટ પીવે અને અંદર સુધી હલછલ થઈ જાય. તેઓ એક સાથે લેખક, ચિંતક, પ્રવચનકાર, કોલમલેખક, રાજકીય નિરીક્ષક અને ભાષાપ્રેમી “તેઓમાં ઘણા રૂપો હતા, પણ એ બધાં રૂપો એક જ ચેતનામાં એકસાથે જીવતાં હતા.એમનું લખાણ સપાટી પર નહિ રમે એ અંતરમાં ઘૂસી જતું હોય એવું સાચું લાગણિયુક્ત પાનેથપાન. બક્ષી નામે જે રજુઆત છે, એ ગુજરાતના ગૌરવ, ભાષાના અભિમાન અને જીવંત સંવેદનાનું દૂર્લભ મિશ્રણ છે જ્યાં અંતે સ્વાદ નહિ, પણ અંતર આત્માને સ્પર્શતું અનુભવ બાકી રહે છે.