About Ayodhyano Ravan Ane Lankana Ram
દિનકર જોષીનું પુસ્તક અયોધ્યાનો રાવણ અને લંકાના રામ આ પુસ્તક રામાયણની કથાને નવી દૃષ્ટિએ રજૂ કરેલ જોવા મળે છે, જેમાં રામ અને રાવણના પાત્રોનું નૈતિક અને આધ્યાત્મિક વિશ્લેષણ જોવા મળે છે. રામકથાને અનંત અને બહુઆયામી ગણાવી, જોષીએ રામના ચરિત્ર અને લીલાને વિવિધ દૃષ્ટિકોણથી નિહાળ્યા છે. રાવણના અશુભ અને રામના શુભ પાસાઓને તટસ્થ રીતે રજૂ કરી, તેઓ સારા-ખરાબની દ્વિધા ચર્ચે છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર, શબરી, જેવા પાત્રોની રામ પ્રત્યેની ભિન્ન દૃષ્ટિઓ પર પ્રકાશ પડે છે. આ પુસ્તક જોષીની નિર્ભીક અને આધ્યાત્મિક અભિગમથી રામકથાને આરાધના તરીકે રજૂ કરે છે, જે વાચકોને રામના વ્યક્તિત્વની ઊંડાઈ સમજવા મદદરૂપ બનેછે.