About Ayanvrutt
અયનવૃત એ એક મનુષ્યના અદ્વિતીય અસ્તિત્વની યુગાંતરીક યાત્રા છે. અગ્નિના આકારોના સંસદમાં વિરાગ નામના માનવને દસ હજાર વર્ષની અ-મૃત્યુની સજા આપવામાં આવે છે એમ છતાં એને જીવન, ભય, વીરત્વ અને સ્મૃતિ સાથે જીવવાનું છે. એના જીવનનો માર્ગ એકલતા, અપેક્ષા વિના પણ પૂરો કરવો છે. વિરાગ પ્રાચીન ઈતિહાસથી શરૂ કરીને ભવિષ્ય તરફ ધકેલાય છે, ભાષાઓ શીખે છે, સંસ્કૃતિઓ અનુભવે છે અને દરેક યુગને માણે છે. એ એક યાત્રિક છે જ્યાં શારીરિક મૃત્યુ નહિ પણ સમયના ભાર નીચે જીવન જવાની સજા છે. તે દીવો અને પરીઓના રહસ્યમય જગતમાં પ્રવેશ કરે છે અને શિમુર્ઘને શોધવા નીકળે છે જેણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળ જાણ્યા છે. વિરાગને સ્વતંત્રતા પણ મળે છે, પણ એ સ્વતંત્રતામાં જ વિસર્જિત રહે છે. જીવનના વિવિધ રંગો વચ્ચે પણ એને “વિરાગ” જ રહેવાનું હોય છે. અંતે, એ સંપૂર્ણ મનુષ્ય બની ઇતિહાસમાં ફેંકાઈ જાય છે.