About Ati Prabhavshali Lokoni 7 Aadato
અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો આ પુસ્તકની ગણના સૌથી વધુ પ્રેરણા પૂરી પાડતા પુસ્તકોમાં થાય છે. છેલ્લા ત્રણ દાયકામાં આ પુસ્તકે વાચકોની કેટલીયે પેઢીઓને માર્ગદર્શન પૂરું પાડયું છે. પ્રેસિડેન્ટ્સ અને કંપનીઓના સીઈઓએ એને હંમેશા હાથવગું રાખ્યું છે,વિદ્યાર્થીઓએ એના ફકરાઓને અન્ડરલાઈન કરીને એનો અભ્યાસ કર્યો છે, શિક્ષકો અને વાલીઓએ તેમાંથી પ્રેરણા લીધી છે, તો તમામ વયની વ્યક્તિઓએ પોતપોતાનાં ક્ષેત્રમાં આવતા પરિવર્તનોને અનુકૂળ થવા અને એ પરિવર્તનોને લીધે ઊભી થયેલી તકોનો લાભ લેવા આ પુસ્તકમાં તબક્કાવાર દર્શાવેલા માર્ગદર્શનનો સહારો લીધો છે.