About Ame Ane Aapne
દિનકર જોષીનું અમે અને આપણે પુસ્તક એક સંવેદનશીલ અને વિચારપ્રેરક કૃતિછે. જે અહંકાર અને સહઅસ્તિત્વ વચ્ચેનો પુલ બાંધેછે. અહીં અમે શબ્દમાં છુપાયેલી જાતગૌરવ અને અલગાવની ભાવનાને લેખકે સ્પષ્ટ રીતે રજૂ કરીછે. જ્યારે આપણું શબ્દમાં સહકાર અને સંવાદનો સેતુ દેખાડેછે. દિનકર જોષી માનવે જાતને વિભાજિત નહીં પરંતુ સહઅસ્તિત્વનો ભાગ તરીકે જોવો જોઈએ તે સંદેશ આપેછે. આ પુસ્તક દ્વારા લેખક કહેછે.કે જ્યાં “અમે” વધુ હોય ત્યાં ભેદભાવ ઊભો થાયછે.અને જ્યાં “આપણું” વસે ત્યાં સંકળાયેલા સંબંધો ઊંડા થાયછે. સરળ ભાષા અને પ્રેરક ઉદાહરણો વડે જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડતા મૂલ્યોને સ્પર્શવામાં આવ્યાછે. પરિવારથી લઈને સમગ્ર સમાજ સુધી, બધે આ વિચારપ્રણાલી લાગુ પડેછે. “અમે અને આપણે” એ માત્ર શબ્દો નહીં, પણ જીવન જીવવાની એક ભાવનાત્મક પદ્ધતિછે. આ પુસ્તક વાચકના હૃદયને સ્પર્શી જાય એ રીતે રજૂ થયેલુંછે. અહીં જે લખાણો પુસ્તકસ્થ કર્યાછે.એનો યશ પણ આ ‘અક્ષરલોક’ની યાત્રાને જ જાયછે. ૧૯૫૯માં મેં મુંબઈમાં કાયમી ધોરણે વસવાટ શરૂ કર્યો એ પછી, જે સાહિત્યકારોને અત્યાર સુધી માત્ર વાંચ્યા હતા એમને જોવાનો, મળવાનો અને નિકટતાથી મૈત્રી કેળવવાનો સુયોગ પ્રાપ્ત થતો રહ્યો. કાળાંતરે જે બનતું રહ્યુંછે.તદ્દઅનુસાર સાહિત્યિક કારકિર્દીની આ દીર્ઘકાલીન યાત્રામાં એક આખી પેઢીનો અંત પણ જોવો પડ્યોછે. આવા અંત સમયે જે સહજ ઊર્મિઓ અંતરમાં ઊઠી એના સ્મૃતિ લેખો કે પછી સ્મરણ લેખો તત્કાલીન ‘અક્ષરલોક’નાં પૃષ્ઠો ઉપર શબ્દાંક્તિ કરતો રહ્યો હતો. આ શબ્દાંકનોને એ વેળાએ ‘અક્ષરની આકાશગંગા* એવું નામાભિધાન કર્યું હતું. આવાં ૨૨ સ્મૃતિ ચિત્રો આ પુસ્તકના પહેલા ભાગમાં સમાવિષ્ટ કર્યાંછે.