About Shri Krishnavtar Chintan
ભાણદેવજીનું પુસ્તક “શ્રી કૃષ્ણાવતાર ચિંતન” ભગવાન શ્રીકૃષ્ણના રૂપ, લીલા અને ગુણો અંગેના ભક્તિભર્યા વિચારો રજૂ કરે છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનનું નામ અને ભગવાન એમ બંનેમાં કોઈ ફરક નથી બંને પવિત્ર અને પ્રકાશરૂપ છે. ભગવાનનું નામ લઈએ કે તેમની લિલાનું ચિંતન કરીએ, એ બધું આપણને ભગવાન સુધી પહોંચાડે છે. ચિંતન એ મનની એકશાગ્રતા છે, અને એનો ઉપયોગ ભક્તિમાં ખૂબ જ અસરકારક બને છે.ભાણદેવજી ચિંતનના ત્રણ મુખ્ય રસ્તા બતાવે છે: ભગવાનના રૂપનું ચિંતન, તેમની લિલાનું ચિંતન અને તેમના ગુણોનું ચિંતન. આ ત્રણેય માર્ગ આપણને ભગવાનના પ્રેમ તરફ લઈ જાય છે. સાથે જો ભગવનનું નામજપ કરીએ તો ભક્તિ વધારે ઊંડાણ પામે છે. પુસ્તક આપણને સમજાવે છે કે જ્યારે આપણે શ્રદ્ધાથી, પ્રેમથી અને નિષ્ઠાથી આ સાધના કરીએ, ત્યારે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે. ભગવાનનો પ્રેમ મળવો એ મોટું ભાગ્ય છે, અને એ પ્રેમ આપણને ભગવાન સુધી પહોંચાડે છે. આ રીતે, આ પુસ્તક ભક્તિ અને આત્મિક શાંતિ માટે એક સરળ અને ઉપકારક માર્ગ બતાવે છે.