About Media, Kavya, Sahitya
કવિ ન્હાનાલાલ વિશે જો વિશેષ માહિતી મેળવવી હોય તો ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલા પુસ્તક મીડિયા કાવ્ય અને સાહિત્યમાં ‘ કવિ નાનાલાલના 125 વર્ષ ટ્રેજીક અને રોમાન્ટિક ‘ આલેખ જરૂર વાંચવો જોઈએ. આ લેખમાં બક્ષીબાબુએ કવિવરની ન જાણીતી અથવા તો ખૂબ ઓછી પ્રખ્યાત હોય એવી રોચક અને પ્રેરણાત્મક વાતો આલેખી છે. આ પુસ્તકમાં બક્ષી સાહેબે દલપતરામ, કવિ નાનાલાલ, મધુરાય, પ્રેસ અને મિડિયા, ગુજરાતી ભાષા, હસમુખ ગાંધી અને ટૂંકી વાર્તાઓ વિશે લેખો વાંચવા મળે છે. 247 પાનાનાં આ પુસ્તકમાં ઉપર આ લેખિત વિવિધ વિષયો સહિતની માહિતી રસપ્રદ અને પ્રભાવક રીતે આપે છે.