About Drivachan
‘ગાલિબથી ગુન્ટર ગ્રાસ સુધી લેખકોએ કલકતા વિશે લખ્યું છે.’ આ શબ્દો આ પુસ્તકના પહેલા લેખની શરૂઆતમાં લખેલ છે. ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલ લેખો અને પુસ્તકો આજેય યુવા વર્ગને પણ આકર્ષે છે ત્યારે બક્ષીસાહેબ પાસેથી લખતા શીખવા માટે પણ આપુસ્ત્ક વાંચવા અને વસાવવા જેવું છે. આ પુસ્તકમાં બક્ષી સાહેબે ‘ધર્મ : એમને માટે રોજમેળનું નહિ, ખાતાવહીનું પાનું છે!’ એવા ટાઈટલ હેઠળ અંધભક્તોને ચાબખા માર્યા છે. વર્તમાન લેખકો પણ લખવાની હિંમત નથી કરતા એવું ધારદાર લખાણ આ પુસ્તકમાં વાંચવા મળે છે. ગણિત : સ્વદેશી અને પરદેશી અને વિષ્ણુસહસ્ત્રનામ : વિશેષણ રહિત શૂન્ય નામ વગેરે જેવા વિવિધ અને એકબીજાથી તદ્દન ભિન્ન વિષયો ઉપર લખાણ આ પુસ્તકમાં વાંચવા મળે છે.