About Ramujkand
વાગ્દેવી શ્રેણીનાં ૬ પુસ્તકો પ્રકટ થયા છે તેમાંથી રમૂજકાંડ એક પુસ્તક છે. આ પુસ્તકના લેખો ઈ.સ.૧૯૯૦ના દશકમાં ચદ્રકાંત બક્ષીનાં લેખોમાંથી પસંદ કરીને લેવામાં આવ્યા છે. આ પુસ્તકનાં કવરપેજ ઉપર જોવા મળતા ઈમોજીની સ્માઈલ જેવી છે તદ્દન તેવું જ હાસ્ય આ પુસ્તકને વાંચ્યા બાદ વાચકના ચહેરા ઉપર જોવા મળશે. કલકતાથી આરંભાયેલી બક્ષીબાબુની કલમની યાત્રા આજે ભલે વિરમી ચુકી હોય પરંતુ તેમના શબ્દોનો આસ્વાદ તો આજેય એવોને એવો જ છે. રમૂજકાંડ પુસ્તકમાં પહેલો લેખ, ‘ઈક્નોમિક્સ એટલે ભૂતને પીપળા ઝાઝા અને પીપળાને ભૂત ઝાઝાં’ અને છેલ્લો લેખ, ‘મદ્રાસી લોકશાહી : જયલલિતા ! જયલલિતા !’ છે. કુલ ૬૧ લેખોથી બનેલા આ પુસ્તકમાં હાસ્ય, વિચાર અને અત્યંત કટાક્ષ વાંચવા મળે છે.