About Pratinayak
આ ‘પ્રતિનાયક’ પુસ્તક માં ઇતિહાસની એક જબરદસ્ત કરુણાતિકા છે આ ( જીવનચરિત્રમૂલક નવલકથા ) દિનકર જોષી કાયદે આઝમ મહમદઅલી ઝીણાના જીવન પર આધારિત જીવનચરિત્રમૂલક નવલકથા ગાંધીજી એમના જીવનમાં બે વ્યક્તિઓને કદી સમજાવી શક્યા ન હતા. તેમાં એક, પોતાના જયેષ્ઠ પુત્ર હરીલાલ ગાંધી, બીજી વ્યક્તિ મહમદઅલી ઝીણા એમના જીવનકાર્ય પર ૨૦૦૨ માં ‘પ્રતિનાયક’ જીવનચરિત્રાત્મક નવલકથા દિનકર જોષીએ આપી છે. આ નવલકથાના સર્જન પાછળ લેખકે ૪૩ પુસ્તકોનો અભ્યાસ કર્યો અને બાર ગ્રંથાલયોનો સહયોગ મળ્યો હતો. એના આધારે સર્જકે પંચોત્તેર પ્રકરણો અને ૬૦૮ પાનાની દળદાર નવલકથા આલેકી છે. જેમાં કાયદેકીય આઝમ મહમદઅલી ઝીણાના જીવનની સિદ્ધિ અને મર્યાદાઓ આલેખી છે. આ ‘પ્રતિનાયક’ પુસ્તક માં ઇતિહાસની એક જબરદસ્ત કરુણાતિકા છે કે ચુસ્ત રાષ્ટ્રવાદી તરીકે રાજકીય કારકેદીનો આરંભ કરનાર ઝીણા કારકેડીના છેલ્લા દશકામાં સાવ સામા છેડે જઈને હિંદુ-મુસ્લિમ વચ્ચે દ્વેષ, ધિક્કાર અને વૈમનસ્યની લાગણી ખુબ ઊંડે સુધી ઉતારી શકવાનું નિમિત બન્યા હતા. આ પુસ્તક માં હિન્દુસ્તાનના અને પાકિસ્તાન વિષે એતિહાસિક વાતો લખવામાં આવી છે.