About Krishnam Vande Jagadgurum
કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ આ પુસ્તકના સારાંશ રૂપી લેખક દિનકર જોષી કહે છે. કે કૃષ્ણ વિચલિત નથી થયા. તેમના પોતાના વચનોની હકીકત જાણી સહજ રીતે પ્રગટ થાય છે. નાશ તો સહજ ધર્મ છે. યાદવો અત્યંત સમર્થ છે. અને કૃષ્ણ-બલરામ જેવા પ્રચંડ વ્યક્તિઓથી રક્ષિત છે. તેમનો સહજ નાશ કેવી રીતે થઈ શકે? તેમનો નાશ કોઈ બાહ્ય શક્તિ કરી જ નથી શકતી. કૃષ્ણ આ સત્યને સમજે છે. અને તેથી ગાંધારીના શ્રાપ વખતે ફક્ત કૃષ્ણ હસે છે. હસીને કહે છે, “માતા તમારો શ્રાપ હું આશીર્વાદ માની સ્વીકારું છું. કારણ કે યાદવોની શક્તિ જ તેમનો નાશ કરે, એ જ યોગ્ય છે. બીજું કોઈ તેમને પરાસ્ત નથી કરી શકતું.” કૃષ્ણનું આ દર્શન યાદવ કુળના નાશની ઘટના વખતે નોંધપાત્ર છે. અતિશય શક્તિ વિવેકનો ત્યાગ કરાવે છે, અને વિવેકહીન મનુષ્યને કાળનો ભાવ સહજ રીતે ન મળે તો જે પરિણામ આવે તે જ સાચી દુર્ગતિ છે. કૃષ્ણ આ શાપને આશીર્વાદ તરીકે સ્વીકારે છે, જેમાં રહસ્ય સમાયેલું છે.