About Mrutyu Aa Par Ke Pele Par
દિનકર જોષીનું પુસ્તક મૃત્યુ : આ પાર કે પેલે પાર એ મૃત્યુના રહસ્યો, માનવજીવનના અંતિમ પ્રશ્નો અને આધ્યાત્મિક શોધના દૃષ્ટિકોણથી લખાયેલું એક ગંભીર ચિંતનરૂપ પુસ્તકછે. આ પુસ્તકમાં સમાયેલાં લેખો કટારલેખનના માધ્યમથી પેદા થયેલા વિચારો પર આધારિતછે. પરંતુ તેઓ માત્ર પત્રકારત્વ નથી તે જીવંત અધ્યાત્મના સ્પર્શથી ભીનાછે. લેખકે મૃત્યુને કોઈ ભયજનક અંત તરીકે નહીં, પણ એક તટસ્થ પરિવર્તન, એક યાત્રાનો બીજા તબક્કો તરીકે જુએછે. આ લેખોમાં જીવન અને મૃત્યુ વચ્ચેના સંવાદછે. જ્યાં એક તરફ આધ્યાત્મિક શાંતિછે.તો બીજી તરફ માનવ સંવેદનાનું ઊંડાણછે. કટારલેખનની મર્યાદા વચ્ચે પણ લેખકે ઘટનાઓ અને અનુભવોને એટલા સચોટ અને સંકેતિક રૂપે રજૂ કર્યાછે.કે વાચક ચિંતન તરફ દોરી જાયછે. મૃત્યુ પછીનું શું? આત્મા અને શરીર વચ્ચેનું નાતું શું? આવા અઢળક પ્રશ્નો પર પ્રકાશ પાડતું આ પુસ્તક વાચકને એક નવી દૃષ્ટિ આપેછે. આ પુસ્તક સ્વરૂપે જે વિચારો પ્રગટ થયાછે.એ પાછળ પ્રકાશકો તથા લેખકની પુત્રી ચિ. પલ્લવીનું યોગદાન પણ મહત્વપૂર્ણછે. જેમણે આ વિચારોને સચવ્યા અને અમૂલ્ય રૂપ આપ્યું. મૃત્યુના ગંભીર વિષયને વ્યથિત નહીં પરંતુ શાંત અને સચેત ચિંતન તરીકે માણવાનું આ પુસ્તક વાચકને નિમંત્રણ આપેછે.