About Aksharni Aakashganga
દિનકર જોષીનું પુસ્તક ‘અક્ષરની આકાશગંગા’ ગુજરાતી સાહિત્યકારોના જીવનમાં બનતી રમૂજી અને હ્રદયસ્પર્શી ઘટનાઓને કેન્દ્રમાં રાખેછે. લેખકે સાહિત્યકારોના સ્વભાવ અને સહજતાને ઉજાગર કરતાં ૫૩ જેટલા ટુચકાઓનું સુંદર સંગ્રહ કર્યુંછે. અંગ્રેજીમાં જેને એનેકડોટ કહેછે. તેનું જ ભાષાંતરરૂપે અહીં રમૂજી ઘટનાઓ કે ટુચકાઓ તરીકે રજૂઆત થયેલીછે. આ તમામ ટુચકાઓ ક્યારેક વાંચેલા, ક્યારેક સાંભળેલા અને ક્યારેક સ્વાનુભવિતછે. “એક દિવસ” નામની કટારમાં આવા ટુચકાઓને સામેલ કરીને ‘અક્ષરલોક’માં શ્રેણીશઃ પ્રસિદ્ધ કર્યા બાદ તેનું આ પુસ્તકરૂપ આપવામાં આવ્યુંછે. કેટલાંક પ્રસંગો ગુજરાતીના સાહિત્યકારોને લગતા હોવા છતાં રસપ્રદ હોવાથી તેમને પણ સ્થાન આપવામાં આવ્યુંછે. લેખકે પૂર્વસાહિત્યકાર મિત્રોનો આભારી બનીને એમના પુસ્તકોમાંથી કેટલાંક ટુચકાઓ અહીં શોભાવ્યાછે. સામાન્ય રીતે ચરિત્રલેખન તો થાયછે. પરંતુ આવા દૈનિક રમૂજી પ્રસંગોનું લેખન દુર્લભ હોયછે. એટલે આ પુસ્તક ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં નમ્ર પણ મહત્વનું સ્થાન ધરાવેછે.