About Ullasmangal
આજેય માત્ર ૧૩ (તેર) રૂપિયામાં પુસ્તક મળે છે….. નવી પેઢી માટેની જૂની વાત
ઉલ્લાસ, રાજીપો, હરખ, ખુશી, આનંદ આ શબ્દો આપણે બોલીએ છીએ પરંતુ તે શબ્દો જીવવા માટેના છે. આપણી ભાગદોડવાળી જિંદગીમાં, જવાબદારીઓની વચ્ચે ક્યાંક જીવવાનું અને જીરવવાનું ચૂકી જવાય ત્યારે આવા પુસ્તકો આપણે ફરીથી હચમચાવે છે અને જગાડે છે. આપણે યાદ કરાવે છે કે મનુષ્ય તરીકે આપણા મેં મુખ્ય ધ્યેય છે. 1.આનંદ 2.મોક્ષ. મોક્ષ દરેકના હાથની વાત નથી પરંતુ આનંદ એ સૌકોઈ માટે સહજ છે. જો તમે પણ ચિંતિત હોય અને સુખી કે ખુશ થવું હોય, આનંદ અને ઉલ્લાસ સમજવા હોય તો એક વખત આ પુસ્તક વાચવા જેવું છે.
‘ઉલ્લાસમંગલ’ પુસ્તકના મૂળ લેખક સ્વેટ માર્ડન છે અને અનુવાદક પ્રકાશ જે. શાહ છે.
આ પુસ્તકમાં છે……
‘હસમુખો સ્વભાવ દીર્ઘાયુષનું સર્વોતમ સાધન છે. : બેકન’
‘હાસ્ય મનની ગાંઠ સહેલાયથી ખોલી દે છે. : ગાંધીજી’
‘જ્યારે હું સ્વયં મારી જાત પર હસું છું, ત્યારે મારા મનનો બોજો હલકો થઇ જાય છે. : ટાગોર’
‘ઉલ્લાસ અને હાસ્યનું નામ જ યુવાની છે. : અજ્ઞાત’
‘હર્ષ અને ઉલ્લાસની સામે રોગ અને વિશાળ ટકતા નથી. : અજ્ઞાત’
‘સદા પ્રસન્નચિત્ત રહેવું ઈ પ્રભુની પૂજા સમાન છે. : જેમ્સ એલન’
‘મને હસતાં ન આવડ્યું હોત તો હું ક્યારનોય કમોતે મર્યા હોત!….. આવા પ્રેરક વિચારો.
હાસ્યનાં અદભુત વશીકરણની વિશેષ રીત અને વાત
ઇંગ્લેન્ડના રાજા એડવર્ડની એક ડાયરી ઇતિહાસકાર હ્યુમના હાથમાં આવી હતી. તેમાંની એક નોંધમાં લખ્યું હતું કે, ‘ વિદેશથી આવેલા એક માણસે આજે મને મનભર હસાવ્યો તેને મેં 10 સિક્કાથી નવાજ્યો.”…. વગેરે જેવા અનેક પ્રેરક પ્રસંગો આ પુસ્તકમાં આલેખવામાં આવ્યાં છે.